"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

AYURVED


... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે છેઆથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...

... માસાંતે આવી જ નવી માહિતી ...

... આયુર્વેદ અનુસાર ...
દરેક સામાન્ય રોગો અને તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.

મિત્રો, ગત અંકમાં તમે  આંખ વિષે : આંખ આવવી  વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.



આધાશીશી


(૧) આદુ અને ગોળની પોટલી બનાવી તેના રસનાં ટીપાં નાકમાંપાડવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.

(૨) ગાજરના પાનની બંને બાજુએ ધી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, એક એક ટીપું રસ કાન તથા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.

(3) તમાકુમાં પાણી મેળવી કપડાથી ગાળી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી અને તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી મટે છે.

(૪) દૂધના માવામાં સાકર મેળવીને ખાવાથી આધાશીશી મટે છે.

(પ) દ્રાક્ષ અને ધાણા ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી આધાશીશી મટે છે.

(૬) લસણની કળીઓને પીસી કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલિક મટે છે.

(૭) લસણના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે.

(૮) લીલાં કાચાં જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસી સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે.

(૯) સંઠને પાણીમાં કે દૂધમાં ઘસી નસ્ય લેવાથી અને લેપ કરવાથી આધાશીશી મટે છે.

(૧૦) હિંગને પાણીમાં ધોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.

(૧૧) ગાયનું ધી દિવસ દરમિયાન જેટલી વાર સંધી શકાય તેટલી વાર સુંધતાં રહેવાથી આધાશીશી મટે છે. ગાયના ધીમાં સાકર નાખી નસ્ય લેવાથી પણ આધાશીશી મટે છે.

(૧૨) આદુનો તાજો રસ ગાળી બે-ત્રણ કલાકે નાકમાં બબ્બી ટીપાં મૂકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરિણામ આશ્ચર્યપ્રેરક હોય છે.

(૧૩) દૂધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મૂકવાથી આધાશીશી મટે છે.

(૧૪) વાવડીંગ અને કાળા તલનું ચૂર્ણ સંઘવાથી આધાશીશી મટે છે.

(૧૫) સવારે ગરમ જગ્લેબી કે માલપુડા ખાવાથી આધાશીશી ચડતી નથી.

(૧૬) પિત્તથી થયેલી આધાશીશીમાં દહીં, છાસ, કઢી, આથાવાળા પદાર્થો અને ટામેટાં બંધ કરી શંખભસ્મ, કપદભસ્મ, શુક્તિભસ્મ એક એક ગ્રામમાં બે ગ્રામ કપુર કાચલીનું ચૂર્ણ મેળવી દવા જેટલી જ ખાંડ(પાંચ ગ્રામ) નાખી ખાલી પેટે સવાર-સાંજ પાણી સાથે લેવું. પિત્તવર્ધક આહારવિહાર કાયમ માટે છોડી દેવો.