"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

MAHITI


 

 

 

માર્ચ માસના વ્યક્તિ-વિશેષ

 

 

 

 


માર્ચ

આર્નોલ્ડ ટૉયન્બી

જન્મ : ૨૧.૩.૧૮૮૯, (ઇંગ્લેન્ડ),   
મૃત્યુ : ૨૨.૧૦.૧૯૭૫.

માનવ સભ્યતાઓના અન્વેષક, મહાન ઇતિહાસકાર, અલેખક, મહાન માનવતાવાદી, વિવિધ સંસ્કૃતિઓના ઉદભવ, ઉદય, ઉત્થાન, વિકાસ, વિલિનીકરણ, પતન, પરિવર્તન, વિનિપાત, અને ઉગારવાના ઉપાયોનું વિસ્તૃત આલેખન કરનાર સમર્થ ઇતિહાસકાર.

 

 

 

 


માર્ચ

શ્રી દાદુભાઇ દેસાઇ

જન્મ : ૨૬.૫.૧૮૭૮, (નડિયાદ),
મૃત્યુ : ૨.૩.૧૯૫૯.
ગ્રામ અર્થકારણના નિષ્ણાત, ગાંધીજી-સરદારાના અણનમ સાથી, સાહિત્ય-ફિલસૂફી-ભાષાશાસ્ત્રના ઉંડા જ્ઞાની, વ્ભાસશીલ ખેતીના હિમાયતી, ખેડૂત સેવક.

 

 

 

 


માર્ચ

એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ

જન્મ : ૩.૩.૧૮૪૭, (સ્કોટલેન્ડ),
મૃત્યુ : ૨.૮.૧૯૨૨.

ટેલિગ્રાફ-ટેલિફોન, હાર્મોનિક ટેલિગ્રાફ અને ફોટોફોનના મૂળ શોધક, મનુષ્યના કાન પર પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરનાર મહાન વૈજ્ઞાનિક.

 

 

 

 


માર્ચ

એલ-બિરૂની

જન્મ : ૪.૩.૦૯૭૩ , (.......),
મૃત્યુ : ઇ.સ. ૧૦૪૨.

હિન્દની સંસ્કૃતિ-સાહિત્ય અને શાસ્ત્રોને જગવિખ્યાત કરનાર, સોમનાથ મંદિરની લૂંટ વિષેની સૌ પ્રથમ માહિતી આપનાર, અનેકવિધ જ્ઞાનશાખાઓમાં ગહન સંશોધન કરીને ૧૫૦ થી ૧૮૦ જેટલા ગ્રંથો રચનાર, 'અલ ઉસ્તાદ'.

 

 

 

 


માર્ચ

જોસેફ સ્ટાલિન જોસેફ વિસારિયોનૉવિચ જુગારવીલી

જન્મ : ઇ.સ.૧૮૭૯ , (કોકેસસના),
મૃત્યુ : ૫.૩.૧૯૫૩.

સામ્યવાદી જગતના સુત્રધાર, 'પોલાદી પુરૂષ', રસિયન સમાજનું નવનિર્માણ કરનાર, લેનિનના જમણા હાથ, રશિયાને સુપર પાવર અને મહા સત્તા બનાવનાર રસિયન ક્રાંતિકારી.

 

 

 

 


માર્ચ

માઇકલ એન્જેલો બૌનાર્રોટી

જન્મ : ૬.૫.૧૪૭૫ , (કેપ્રિઝ, ઇટાલી),
મૃત્યુ : ઇ.સ. ૧૫૬૪.

શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર અને કાવ્ય રચનાની લલિતકલાઓમાં સર્વોત્કૃષ્ટ કૃતિઓનું સર્જન કરનાર યુરોપ નવજાગૃતિ યુગનો મહાન કલાકાર, કામદેવ, બાચુસ, પાયેટા વગેરેની મૂર્તિઓ કંડારનાર અને રોમના કિલ્લાના બાંધનાર.

 

 

 

 


માર્ચ

યાદવજી આચાર્ય

જન્મ : ઇ.સ. ૧૮૮૨ (પોરબંદર) ,
મૃત્યુ : ૭.૩.૧૯૫૬.

આયુર્વેદશાસ્ત્રને પુરેપુરૂ પચાવનાર, લેખક, સંશોધક, વૈદરાજ, આયુર્વેદ-પદાર્થ વિજ્ઞાન અને રસામૃતના રચયિતા.

 

 

 

 


માર્ચ 

જહોન મિલ્ટન

જન્મ : ૯.૧૨.૧૬૦૮ , (લંડન),
મૃત્યુ : ૮.૩.૧૬૭૪.

રાજકીય અને રાજદ્વારી પુસ્તકો અને મહાન સૉનેટ જેવા કાવ્ય સંગ્રહો આપનાર, અંગ્રેજી સાહિત્યના બીજા શેક્સ્પીયર ગણાતા મહાન કવિ અને સર્જક.

 

 

 

 


માર્ચ

શ્રી નવલરામ લક્ષ્મીરામ પંડ્યા 

જન્મ : ૯.૩.૧૮૩૬ , (સુરત),
મૃત્યુ : ૭.૮.૧૮૮૮

અર્વાચિન ગુજરાતી સાહિત્યના આદ્યવિવેચક, બહુશુત, માર્મિક, વિવેચક, શાળા-શિસ્ત અને શાળા વ્યવસ્થાપનના મહાન યોગી, ગુજરાત શાળાપત્રના તંત્રી, મેઘદૂત, હિતોપદેશ, દશરૂપક વગેરેના ગુજરાતી અનુવાદક, પંડિત, કવિ, વિવેચક અને ચિંતક.

 

 

 

 

૧૦
માર્ચ

દરબાર વાજસુર વાળા

જન્મ : ૧૦.૩.૧૮૭૪ , (બગસરા),
મૃત્યુ : ઇ.સ. ૧૯૫૪.

ગાંધી વિચારધારાથી રંગાયેલા, કલાપી-મિત્ર, હરિજનો અને ગામડાઓને સ્વાવલંબી બનાવવાના હિમાયતી, પોરબંદર રાજ્યના એડમિનિસ્ટ્રેટર અને આદર્શ રાજવી.

 

 

 

 

૧૧
માર્ચ

અણ્ણાસાહેબ સહસ્ત્રબુધ્ધે

જન્મ : ઇ.સ. ૧૮૯૭ , (......),
મૃત્યુ : ૧૧.૩.૧૯૮૦.

આજીવન તપસ્વી, સન્નિષ્ઠ સર્વોદયી કાર્યકર્તા, પ્રખર લોકસેવક, દુ:ખીયાના હમદર્દ, સ્વાતંત્ર્યવીર, અખિલ ભારત ચરખા સંઘના મંત્રી, પીડિતો અને દલિતો માટે સમર્પિત થનાર દેશભકત.

 

 

 

 

૧૨
માર્ચ

શ્રી કનુભાઇ દેસાઇ

જન્મ : ૧૨.૩.૧૯૦૭ , (અમદાવાદ),
મૃત્યુ : ૯.૧૨.૧૯૮૦.

૩૦ ચિત્રસંપુટ, ૫૫ થી વધારે ફિલ્મોના કલાનિર્દેશક, ૧૦૦૦ જેટલા કથા-ચિત્રો અને 'ક્લ્યાણ' સામયિક દ્વારા ભારતભરમાં અદ્વિતીય કિર્તી મેળવનાર, ખાદીધારી, વિદ્યાપીઠની 'પ્રસાદી', દેશસેવક અને મહાન કલાદર્શક.

 

 

 

 

૧૩
માર્ચ

શ્રી કેશવલાલ ધ્રુવ

જન્મ : ૧૯.૧૦.૧૮૫૯ , (.......),
મૃત્યુ : ૧૩.૩.૧૯૩૮.

આજન્મ શિક્ષક, શીલ, સૌજન્ય અને સાક્ષરતાની મૂર્તિ, ઉત્તમ પરખ શક્તિ, શબ્દ અને ભાષાના અજબ નિરિક્ષક અને પરિક્ષક, ગુજરાતના સંસ્કાર ઘડતરમાં મૌલિક અને મૂલ્યવાન ફાળો આપનાર એક આદર્શ આચાર્ય.

 

 

 

 

૧૪
માર્ચ

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

જન્મ : ૧૪.૩.૧૮૭૯ , (જર્મની),
મૃત્યુ : ૧૮.૪.૧૯૫૫.

વિચારમગ્ન, માયાળુ મુખમુદ્રા ધરાવતા, 'સાપેક્ષવાદ', 'યુનિફાઇડ ફિલ્ડ થીયરી' આપનાર, વિજ્ઞાનના લગભગ દરેક ક્ષેત્રોમાં અમૂલ્ય સંશોધન કરનાર, વિજ્ઞાનનું બ્રહ્માંડ રચનાર, વિશ્વના મહાન ઘડવૈયા અને માનવવાદી વૈજ્ઞાનિક.

 

 

 

 

૧૫
માર્ચ

જુલિયસ સીઝર

જન્મ : ઇ.સ. પૂર્વે ૧૦૦ , (રૉમ),
મૃત્યુ : ઇ.સ. પૂર્વે ૧૫.૮.(-૪૪).

જેમના નામ પરથી જુલાઇ માસ શરૂ થયો તેવા રૉમના સરમુખત્યાર, ગોલના વિજેતા, લેખક, ઇતિહાસકાર, મજબૂત વહીવટીતંત્રનો પાયો નાખનાર, જે તેમના મૃત્યુ પછી ૩૦૦ વર્ષ સુધી ટકી રહ્યું તેવા મહાન સુધારક.

 

 

 

 

૧૬
માર્ચ

શ્રી નાનાલાલ દલપતરામ કવિ

જન્મ : ૧૬.૩.૧૮૭૭ , (અમદાવાદ),
મૃત્યુ : ૯.૧.૧૯૪૬.

રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ, કૉલેજના અધ્યાપક, નાયબ દિવાન, શિક્ષણાધિકારી રહી છેલ્લે સરસ્વતિની અખંડ સાધનામાં જીવન સમાપ્ત કરનાર, સાહિત્યકાર અને કવિ.

 

 

 

 

૧૭
માર્ચ

કાર્લ માર્કસ

જન્મ : ૫.૫.૧૮૧૯ , (ટ્રાયર, જર્મની),
મૃત્યુ : ૧૭.૩.૧૮૮૩.

સામ્યવાદના પ્રણેતા, જર્મન તત્વજ્ઞાની, ૧૮૪૮નો બળવો કરનાર, લેખક, ક્રાંતિવીર, 'કેપિટલ' ગ્રંથના લેખક.

 

 

 

 

૧૮
માર્ચ

શ્રી સયાજીરાવ ગાયકવાડ

જન્મ : ૧૮.૩.૧૮૬૩ , (વડોદરા),
મૃત્યુ : ૬.૨.૧૯૩૯.

વડોદરા રાજ્યના પ્રગતિશીલ અને લોકપ્રિય રાજવી, ભારતના સમગ્ર રાજાઓમાં આદર્શ રાજવી, લોકહિતચિંતક, કૃષિકાર, અનેક વિદ્યાઓમાં પારંગત, ભારતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયા પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર, ભારતના મહાન રાજવી.

 

 

 

 

૧૯
માર્ચ

શ્રી ડાહ્યાભાઇ ધોળશાજી ઝવેરી

જન્મ : ૧૯.૩.૧૮૬૭ , (અમદાવાદ) ,
મૃત્યુ : ઇ.સ. ૧૯૦૨.

'દેશી નાટક સમાજ' ના સ્થાપક, કવિ, લેખક, સાહિત્યકાર અને સફળ, સચોટ અને બોધદાયક નાટ્યલેખક.  

 

 

 

 

૨૦
માર્ચ

સર આઇઝેક ન્યુટન

જન્મ : ઇ.સ. ૧૬૪૨ , (વુલસ્ટોપ, લીનકોલશાયર) ,
મૃત્યુ : ૨૦.૩.૧૭૨૭.

ગણિત અને ભૌતિકવિજ્ઞાનમાં હજી સુધી જેમની બરાબરી કરી શકે તેવો કોઇ વિજ્ઞાની પાક્યો નથી તેવા 'સર', પ્રકૃતિના સિધ્ધાંતો, ગતિના નિયમો વગેરે મહાન શોધો અને સિધ્ધાંતો આપનાર મહાન વિજ્ઞાની.

 

 

 

 

૨૧
માર્ચ

શ્રી બિસ્મિલ્લા ખાં

જન્મ : ૧૨.૩.૧૯૧૪ , (ડુમરાવ, ભોજપુર) ,
મૃત્યુ : ......

ભારતના વિશ્વ વિખ્યાત શરણાઇ વાદક, કુસ્તીના શોખિન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પૂર્વ અને પાશ્ચાત્ય દેશોને પોતાના શરણાઇ સુરથી મંત્રમુગ્ધ કરનાર અનેક ખિતાબો મેળવનાર ભારતના એક માત્ર મહાન સંગીતજ્ઞ.

 

 

 

 

૨૨
માર્ચ

શ્રી ત્રિભુવનદાસ પુ. લુહાર 'સુન્દરમ'

જન્મ : ૨૨.૩.૧૯૦૮ , (મિયાંમાતર, ભરૂચ) ,
મૃત્યુ : .......

ગાંધીયુગના ભાવનાવાદી કવિશ્રી, પોતાની કવિતાઓમાં પીડિતો પ્રત્યેની સહાનુકામ્પા, સમાજ-પરિવર્તનની લગની, રાષ્ટ્રપ્રેમ દર્શાવનાર, સર્વોત્કૃષ્ટ સાહિત્યકાર.

 

 

 

 

૨૩
માર્ચ

વીર સરદાર ભગતસિંહ

જન્મ : ઇ.સ. ૧૯૦૭ , (પંજાબ) ,
મૃત્યુ : ૨૩.૩.૧૯૩૧.

પોતાનો અભ્યાસ છોડીની હિન્દની ક્રાંતિની જ્વાળા પ્રદીપ્ત કરનાર, 'ઇન્કલાબ ઝિંદાબાદ' આપનાર, ભારતના મહાન શહિદ ક્રાંતિકારી.

 

 

 

 

૨૪
માર્ચ

શ્રી વામનરાવ બસુ

જન્મ : ૨૪.૩.૧૮૬૭. (ટાંગ્રા, બંગાળ)  ,
મૃત્યુ : ૨૩.૯.૧૯૩૦.

ઇતિહાસ, વૈદક, વનસ્પતિ વિજ્ઞાન, આરોગ્યવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ધર્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, કલા જિવા વિવિધ ક્ષેત્રોના મર્મજ્ઞ, અભ્યાસી અને તલસ્પર્શી લેખક અને ઇતિહાસવિદ.

 

 

 

 

૨૫
માર્ચ

કવિ દલપતરામ

જન્મ : ૨૧.૧.૧૮૨૦, (.....)  ,
મૃત્યુ : ૨૫.૩.૧૮૯૮.

સુધારાના શાણા શિક્ષક, નવયુગના આદ્ય અંજલીધર, સહનશીલતાના પાઠ ભણાવનાર, લોકહિતચિંતક, કવિ, પ્રજાસેવક, સંસાર પુરૂષ, માનવરત્ન, લોકશિક્ષક, પ્રજાનીતિના આગેવાન અને રખેવાળ, ગુજરાત વિદ્યાસભાના સ્થાપક, પ્રભાવશાળી કવિ.

 

 

 

 

૨૬
માર્ચ 

જહોન વુલ્ફગેંગ વૉન ગથે

જન્મ : ઇ.સ. ૧૭૪૯, (સ્ટેસબર્ગ, જર્મની) ,
મૃત્યુ : ૨૬.૩.૧૮૩૨.

જર્મન કવિ, વિવેચક, વૈજ્ઞાનિક, ઉત્તમ ઊર્મિકાવ્યો સર્જનાર, રંગભૂમિ-ચિત્રકલા-શિલ્પકલાના ચાહક અને મહાન નવલકથાકાર.

 

 

 

 

૨૭
માર્ચ

રોન્જન વિલ્હેમ કોનરાડ ફોન

જન્મ : ૨૭.૩.૧૮૪૫ , (લેન્નીમ, જર્મની) ,
મૃત્યુ : ૧૦.૨.૧૯૨૩.

સમગ્ર વિશ્વના ભૌતિક વિજ્ઞાનીઓમાં આગવી હરોળના વૈજ્ઞાનિક, ક્ષ-કિરણોના શોધક, વાયુઓના સ્વરૂપો વિશેની માહિતી આપનાર, અનેક વિધ ભૌતિક સંશધનો કરનાર મહાન ભૌતિકશાસ્ત્રી.

 

 

 

 

૨૮
માર્ચ

શ્રી નાના ફડનવીસ

જન્મ : ૧૨.૨.૧૭૪૨ , (મહારાષ્ટ્ર) ,
મૃત્યુ : ૨૮.૩.૧૮૦૦.

પુનાની મરાઠી સત્તાના આધારસ્તંભ, સૈનિકગુણી, ઉદ્યમી, શિસ્તના આગ્રહી, ગંભીર, અસાધારણ બુધ્ધિપ્રતિભાયુક્ત રાજપુરૂષ.

 

 

 

 

૨૯
માર્ચ

ડૉ. વિલિયમ લોરેન્સ બ્રેગ

જન્મ : ૨૯.૩.૧૮૯૦ , (ઓસ્ટ્રેલિયા), 
મૃત્યુ : ૨.૭.૧૯૭૧.

સૌથી નાની ઉંમરે (૨૫ વર્ષ) નોબેલ પારિતોષિક મેળવનાર વિશ્વ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી, પ્રાધ્યાપક, પ્રોફેસર, સ્ફટિક સંરચના, પ્રોટિન બંધારણ અને જટિલ અણૂઓના બંધારણ સમજાવનાર, અનેક યુનિ.ના ડૉક્ટરેટ અને 'સર', રૉયલ ચંદ્રક અને હ્યૂજેસ ચંદ્રક વિજેતા.

 

 

 

 

30
માર્ચ

વિલિયમ વૉલેસ 

જન્મ : ઇ.સ. ૧૮૯૦ , (અમેરિકા) ,
મૃત્યુ : ૩૦.૩.૧૯૮૧.

વિશ્વની ૧૬ ભાષાઓ અને ૧૬૩ દેશોમા પ્રસિધ્ધ થતા રિડર ડાયજેસ્ટ (૧૯૨૨)ના આદ્યસ્થાપક, પત્રકાર અને લેખક.

 

 

 

 

31
માર્ચ

શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા

જન્મ : ઇ.સ. ૧૮૪૪ , (ઉમરેઠ, ગુજરાત) ,
મૃત્યુ : ૩૧.૩.૧૯૩૦

સુપ્રસિધ્ધ કેળવણીકાર, પ્રાચિન કાવ્યકૃતિઓના સંશોધક, અનેકવિધ સામયિકોના પ્રકાશક અને સંપાદક, વ્યાકરણ, નામાપધ્ધતિ, કેળવણીશાસ્ત્ર, અંકગણિત, ભૂતળવિદ્યા, બાળજ્ઞાનમાળા જેવા અનેક પુસ્તકોના મહાન સંપાદક.

 

 

 

 

 

 

 

 

 

..... 'કુમાર' અને અન્ય સાહિત્યમાંથી સંકલન .....